ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 35

  • 2k
  • 1k

ભગવાન  એકલિંગજી ની યાત્રાએ નવી રાજધાની નો વિચાર ઈ. સ. ૧૫૫૦ની સાલ ચાલતી હતી. એ વખતે દિલ્હીની ગાદીપર શેરશાહના વંશજો શાસન કરતાં હતા. મહારાણા ઉદયસિંહ મેવાડને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શૂરવંશનો બાદશાહ આંતરિક ઝગડાઓમાં ફસાયેલો હતો. એને રાજપૂતાના તરફ નજર દોડાવવાની ફુરસદ જ ન હતી. મહારાણા સાંગાજી પછીના મધ્યકાળમાં મેવાડે અસંખ્ય લડાઈઓ આપી હતી. પરિણામે ઉદયસિંહ જ્યારે મહારાણા બન્યા ત્યારે ધન, જન અને ઉત્સાહનો નિતાંત અભાવ હતો.       ૧૫૪૦માં રાજ્યક્રાંતિ  સરજાઈ ત્યારે ઝાલોરપતિ વીરસિંહ, સાંચોર નરેશ પૃથ્વીરાજ, સહીદાસ સલુંમ્બરાધિપતિ , બાંગોરના સંગદેવ, રાજગઢના સિંહનાથ, ડુંગરપુરના  યશકર્ણ જેવા રાજવીઓએ સંપૂર્ણ સહાય કરી હતી. રાજ્યમાં જ્યારે શિથિલતા હતી ત્યારે કેટલાક