સથવારો.....સંબંધો ભાગ્યનાં - 15

  • 2k
  • 1.1k

સચ્ચાઈ અને નિયતી●●●●○○○○●●●●●○○○○○●●●●● અમોઘા સાથે વાત કરવાં માટે પહેલીવાર સાકરમા શબ્દો ગોઠવવાં લાગ્યાં. કેટલું કહેવું કેમ કહેવું એ વિચારતાં વિચારતાં બોલતાં એટલે વચ્ચે અટકવું પડતું.પોતાનાં જીવન વિશે કહ્યું નાનપણમાં લગ્ન,નિઃસંતાન લગ્નજીવન ,પરંતું બાઘીનો કે બચપનની યાતનાઓનોઉલ્લેખ ન કર્યો એ જાણતાં હતાં કે પોતાનાં વિતેલા દુઃખો એ સંવેદનશીલ જીવને અત્યારે દુઃખી કરશે. કેવી રીતે કેવાં સંજોગોમાં મળી અને એમને અને અશ્ર્વિનીબહેને સંયુક્ત રીતે ઉછેરવાનું નક્કી કર્યું ,.એ કહેતાં સાકરમાનું હૈયું ભરાઈ ગયું,"તારા આઈવા પે'લા કોઈ'દી જિંદગી વા'લી નો'તી લાગી ને તું આવી તારથી કોઈ ફરિયાદ જ નથ." અમોઘાની આંખોપણ ઉભરાઈ આ શબ્દો એણે કાયમ અનુભવ્યાં હતાં,એ સ્પર્શ એ અવિરત હેતની હાજરી