કલ્મષ - 25

(29)
  • 3.2k
  • 2
  • 1.6k

ફ્લાઇટ ઉપડી તે સાથે જ ઇરાએ ઊંઘી જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. બ્રિટિશ એરવેયઝની ફ્લાઇટ હતી , લંડન થઈને ન્યુ યોર્ક પહોંચાડતી હતી. લંડનમાં વળી ત્રણ કલાકનો હોલ્ટ હતો. એટલે ઘરે તો પૂરાં ચોવીસ કલાક થવાના હતા. બહેતર હતું કે ફ્લાઈટમાં આરામ થઇ જાય. પણ, છેલ્લાં બે દિવસમાં થયેલી ઘટનાથી મન વ્યગ્ર હતું. વિવાન જેવો માણસ એક નાની વાત ન સમજી શકે ? કોઈ આટલું સ્વાર્થી કઈ રીતે થઇ શકે ? પહેલા તો વિવાન આવો નહોતો. ન ચાહવા છતાં મન વર્ષો પૂર્વેના અને આજના વિવાન વચ્ચે સરખામણી કરતુ રહ્યું. ક્યાં એ વિનમ્ર ઓછાબોલો વિવાન અને ક્યાં આજનો વિવાન ?ઇરા વિચારતી રહી.