ધૂલો તો હરખપદૂડો (DTH) - 15

  • 2k
  • 1.1k

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૫આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. જેમાં મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવાની મસ્તી કરી હોય એવુ અનુમાન બહાર આવ્યુ હતું. જોકે સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વેચ્છાએ સ્વીકારી છે. હવે આગળ...સધકીએ એનાં ઘરે આયોજિત શનિવારીય બેઠક દરમ્યાન સૌને એના અમિતભાઈ માટે યોગ્ય ઠેકાણુ શોધવા વિનંતી કરી. એમાં પણ કેતલા કીમિયાગારને બિઝનેસ દેખાયો. એ આ ચેલેન્જ એક મહિનામાં પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ ગયો. એણે જાહેરાત કરી દીધી કે આવતી શનિવારીય બેઠક પહેલાં આ અમિતભાઈના માથા પર તથા