દૂરંદેશી મહારાણા ઉદયસિંહ ઈ. સ. ૧૫૪૦ની સાલ હતી. કુંભલગઢ મેવાડનો સૌથી ઊંચો અને મજબૂત ગઢ એના કિલ્લેદાર હતા. આશાશાહ ઉર્ફે આશાદેપુરા. તેઓના અધ્યક્ષપદે કુંભલગઢમાં એક મંત્રણાસભા યોજાઈ. આજે સ્વામીભક્ત,રાષ્ટ્રભક્ત અને નીતિને વરેલા મેવાડના શાણા સરદારો ભેગા થવાના હતા. કારણકે આજે મેવાડનું ભાવિ નક્કી થવાનું હતું. આજે મેવાડના જુલ્મી મહારાણા વનવીરનો સિતારો અસ્ત થવાની તૈયારી કરતો હતો. એના તકદીરનો ફેસલો થવાનો હતો. મહારાણા સંગ્રામસિંહના વડીલબંધુ પૃથ્વીરાજનો પુત્ર વનવીર જ્યારે મેવાડનો મહારાણો બન્યો ત્યારે સૌ એ વિક્રમાજીતના કાયર શાસનથી છૂટયાનો અનુભવ કર્યો. પરંતુ થોડા દિવસોમાં જ વનવીરનું પોત પ્રકાશ્યું. એ અહંકારી બન્યો, એ હત્યારો બન્યો, વફાદારોને હટાવી