ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 32

  • 1.8k
  • 956

રાઠોડ વીર ક્લ્યાણસિંહ   અમરપ્રેમ                                                                    ૧૫મી સદી ભારતના ઈતિહાસમાં ભયંકર ઉથલપાથલ સર્જી ગઈ. પૃથ્વીરાજ ચૌહાણે ગુમાવેલા સામ્રાજ્યને ફરીથી પ્રાપ્ત કરવા મેવાડપતિ મહારાણા સંગ્રામસિંહની આગેવાની હેઠળ એક મહાપુરુષાર્થનો યજ્ઞ આરંભાયો.      દિલ્હીની લોદી સત્તા ભીતરથી ખોખરી બની ગઈ હતી. ઉધઈ લાગેલા વટવૃક્ષને જેમ પવનના એક જોરદાર ઝાપટાંની જરૂર હોય, તેમ આ લોદી વંશને એક જોરદાર આક્રમણ ની જ જરૂર હતી. આ આક્રમણ ની વેળાએ જ એક સમાચાર આવ્યા. પંજાબનો સૂબો દોલતખાન દિલ્હી થી નારાજ હતો. એની નજર દિલ્લીના સિહાસન પર છે. એણે કંદહારના બાદશાહ બાબરને દિલ્લી પર ચઢાઈ કરવા માટે આમંત્રણ આપ્યું છે. દિલ્હીનો સુલતાન ઈબ્રાહીમ લોદી વીર પણ ઘમંડી