પહેલા વરસાદની એ પ્રથમ મુલાકાત

  • 4.1k
  • 1
  • 1.8k

અમને જુદા થયા ને વરસો વીતી ગયા છતાંય એ સાથે વિતાવેલ ક્ષણો હજુય જીવંત હતી ,મને આજે પણ યાદ છે એ પહેલા વરસાદની સાથે અમારી પ્રથમ મુલાકાત... હું રસ્તા પર થી પસાર થઈ રહી હતી ને અચાનક વરસાદ શરૂ થઈ ગયો, ભીંજાઈ ન જવાય તેથી લોકો આમતેમ ભાગવા લાગ્યા, કોઈ એ ઝાડ નીચે તો કોઈ દુકાન, મકાનો ની છત નીચે આશરો લેવા લાગ્યા, એટલામાં મારી અને સ્નેહની નજર મળી, અમે એકબીજા ને જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા, આમ ને આમ કેટલી ક્ષણો વીતી ગઈ અમને જ્યારે ભાન થઈ ત્યા સુધીમાં બન્ને ભીંજાઈ ગયા હતા બહાર વરસાદ થી અને અંદર પ્રેમ ના