ધૂલો તો હરખપદૂડો (DTH) - 14

  • 1.8k
  • 882

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૪આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એમાં ભાવલાએ ગ્રુપ વિડિયો કોલ કર્યો જેમાં બૈજુ બાવરીના ફોન પર ઝઘડાના અવાજો સંભળાયા. મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવા છતાં મહિલાઓ મોજથી જમતી હોવાથી ભાવલાએ પ્રશ્નાર્થ ઠપકો આપ્યો. હવે આગળ...લેડિઝ વિંગ મીજબાનીની જિયાફત માણતી હતી. સતત હસી મજાકની છોળ ઊડી રહી હતી. એટલે ભાવલાથી રહેવાયુ નહીં. એણે ભૂસ્કો લગાવ્યો, "આ તમને લોકોને શરમ જેવું કાંઈ છે કે નહીં? અહીં આપણાં મિત્રોની ખબર નથી મળી રહી. આપણે સૌએ મોટા ઝઘડાના અવાજ, મયુરીઆની ચીસ વગેરે સાંભળ્યું તો પણ તમારો