ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 29

  • 1.9k
  • 996

શ્રધ્ધા ફળી જનની જણે તો ભક્ત ,કાં દાતા , કા શૂર નહિં તો રહેજે વાંઝણી , મત ગુમાવીશ નૂર   માં એટલે જનની, એ પોતાના દીકરાને ધારે તેવો બનાવી શકે, ઉપેક્ષિત મુરાદેવીએ પોતાના પુત્ર ચંદ્રગુપ્તને મૌર્ય સામ્રાજ્યના મહાન સિંહાસન હસ્તગત કરવા માટે એવી રીતે તૈયાર કર્યો કે, આગળ જતાં તેને મૌર્યસમ્રાટ તરીકે ઈતિહાસમાં ઉજજ્વળ સ્થાન મેળવ્યું. માં પોતાના પુત્રને વીર, દાની કે સંત બને એવી ઝંખના સેવે,   રાજપૂતાનામાં અને તેયે બુંદી રાજ્યને મહારાણી પોતાના પુત્ર માટે શી અભિલાષા સેવતી હોય ? પોતાનો પુત્ર મહાવીર બને, યુધ્ધમાં ન પીઠ દેખાડે ન કાયર બને એવી ઝંખના તો સામાન્ય રાજપૂતાણી પણ સેવતી