ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 27

  • 2.4k
  • 1.2k

          યુવરાજ ભોજરાજ         પંદરમી સદીની શરૂઆત હતી. ભારતના રાજકીય ક્ષિતિજે ઘણી ઉથલપાથલો થઈ રહી હતી. અફઘાન સત્તા પર પતનના વાદળો ઘેરાયા હતા. મોગલો સરહદના દ્વાર ખખડાવી રહ્યા હતા. ભારતના રાજવીઓ કુસંપ, વૈભવ અને શરાબમાં પોતાના શતમુખી વિનિપાતને પણ નિહાળી શકતા ન હતા. તે વેળા રાજપૂતાનાંમાં મેવાડપતિ મહારાણા સાંગાજી હિંદુત્વ, ભારતીયતા અને સંસ્કૃતિના રક્ષણ માટે એક મહાસંઘની રચના કરવાનો શુભારંભ કરી ચૂક્યા હતા. એમના મહાસંઘમાં બધાંને સ્થાન હતું. પરંતુ રાજપૂત રાજવીઓ વધારે હોવાથી એ સંઘને રાજપૂત મહાસંઘના નામે ઓળખવામાં આવ્યો.             મહારાણા સાંગાજી સિસોદીયા વંશના હતા. રાજપૂતાનાના કવિઓ સિસોદીયા વંશની ગૌરવ ગાથા ગાતા ગાતા કહેતા કે, પી લિયા ગરલ સીસા