ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 26

  • 2.5k
  • 1.6k

મહારાણા સંગ્રામસિંહ          મેવાડના મહારાણા રાયમાલને ત્યાં ઇ. સ ૧૪૭૭માં સાંગાજીનો જન્મ થયો. તેઓ મહારાણાના ત્રીજા નંબરના  પુત્ર હતા. તેઓ વીર હતા. કુશાગ્ર બુદ્ધિ હતી. જબરા મહત્વાકાંક્ષી હતા તેમના પરાક્રમો વડે તેઓ સમસ્ત મેવાડમાં લોકપ્રિય હતા. યુવરાજપદની સ્પર્ધામાં તેમણે ઝુકાવ્યું. નિર્ણય તેમની વિરુદ્ધમાં આવ્યો. મહારાણાએ  ગુસ્સે થઈ તેમની બેઅદબી બદલ દેશનિકાલ કર્યા.          મહારાણા કુંભાના લગ્ન હાલાવાડના રાજધર ઝાલાની કુંવરી રતનકુંવર જોડે થયાં હતા. કોક કારણસર મહારાણા કુંભાજીએ ઝાલા રાણીનો ત્યાગ કર્યો હતો. ઉપેક્ષિતા સ્ત્રીની કરુણાનો તેમને જાત અનુભવ હતો. કુંવર સાંગાજી માટે તેમને લાગણી હતી. તેઓ ભક્તિભાવથી જીવન જીવતા હતા, રૈદાસ તેમના ગુરુ હતા. કૃષ્ણની સુંદર મૂર્તિ તેમણે ગુરુને