રાજા મોભ ની ભલપ ની વાત

  • 2.3k
  • 1.1k

રાજા મોભ ની ભલપ ની વાત(આહિરાત ની ઓળખાણ)હવે વાત જાણે ઇમ છે કે સંવત ૧૯૫૬માં ભારતભરમાં ભયંકર દુષ્કાળ પડયો. એ દુકાળને છ્પ્પનિયાને નામે જાણીતો છે. છપ્પનિયાના દુકાળ પછી ઝાલાવાડ સિવાય ગુજરાતમાં ભલસરા થઈ. છપ્પનિયાની કળ હજી વળી નહોતી ત્યાં બીજોય દુકાળ ખાબકતાં ઝાલાવાડની પ્રજાને માથે અસહ્ય યાતનાનો બીજો આવી પડયો. માણસો અને માવતાનાં ચીંથરા ઉડી ગયા , છોતરા નીકળી ગયા . માણસ તો ક્યાંક માગી ભીખીને ય પૂરું કરે, પણ મૂંગા ઢોરો નું શુ ? એમને તો ને મંકોડા ચરવાનો વારો આવ્યો.આ દુષ્કાળમાં ઉચ્ચ વર્ણનો મરો થયો એનાથી સડકે કામવા જવાય નહી અનેં કામ્યા વિના પેટ ભરાય નહી . જાવું