ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 23, 24 અને 25

  • 1.6k
  • 898

રાજપુતાના નું ગૌરવ તારાદેવી  કોમલમેરના કિલ્લાના મહેલમાં પોતાના શયનખંડમાં, બપોરના સમયે, જ્યારે સર્વત્ર શાંતિ છવાઈ ગઈ હતી. દરેક આરામ કરી રહ્યા હતા. ત્યારે તારાદેવી પૃથ્વીરાજના વિચારોમાં બેચેન થઈને આંટા મારતી હતી. જલ્દી આવવાનો વાયદો કરીને, ત્રણ રાતો ગુમ થનાર પતિને મીઠો ઠપકો આપવા તે તલસી રહી હતી. પતિ આવે તો કેવી રીતે માનિની બનવું એની પેરવીમાં પડી હતી. તારાએ આજસુધી પતિનો આવો દીર્ઘ વિરહ સહન કર્યો ન હતો. સારસ-બેલડીની માફક તેઓ સાથે જ રહ્યા હતા. પૂજારી વીજળીની ત્વરાથી ઘોડાપર, કોમલમેરમાં આવ્યો.  ઉતાવળે ઉતાવળે તારાદેવી સમક્ષ હાજર થયો. “મહારાણી બા…..”  ગળે ડૂમો ભરાઈ આવ્યો. વધુ એનાથી બોલાયું નહીં. “પૂજારીજી, બોલો શું