ધૂલો તો હરખપદૂડો (DTH) - 10

  • 2.3k
  • 1.4k

ધૂલો તો હરખપદૂડો (DTH) પ્રકરણ ૧૦આપણે જોયું કે સોનકી સણસણાટ અને વિનીયા વિસ્તારી વચ્ચે ધૂલાએ લગાવેલી શંકાની આગ સુખરૂપ ઠરી ગઈ હતી. આ અનોખું મિત્ર વર્તુળ સપરિવાર મહિનાના છેલ્લા શનિવારે કોઈ પણ એક મિત્રના ઘરે ભેગા થઈ મોજ મસ્તી કરતાં. આ નિયમને લીધે તેઑ મહિનામાં એક વાર તો મળતાં જ. હવે પછીના શનિવારે ભાવલા ભૂસ્કાના ઘરે પ્રોગ્રામ નક્કી થયો હતો. હવે આગળ...ભાવલો ભૂસ્કો ધૂલા હરખપદૂડા તથા ઈશા હરણીના સપરિવાર મિત્ર વર્તુળનો એક સક્રિય મિત્ર સભ્ય હતો. આ ભાવલો એ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. અને એટલે જ કદાચ એ થોડો સુપિરીયોરીટી કોમ્પ્લેક્ષમાં એક ફ્લેટ લખાવી ગુરુતા ગ્રંથીથી પિડીત હતો. એ મિત્રોની