સથવારો.....સંબંધો ભાગ્યનાં - 13

(11)
  • 2.6k
  • 1.6k

સથવારો .....સંબંધો ભાગ્યનાં 13●●●●○○○○●●●●○○○○●●●●●સ્વચ્છ આકાશ●●●□○○○○□●●●□○○○○□●●●□○○○○□●●● અશ્ર્વિનીબહેનેસાકરમા સાથે વાત કરવાનું નક્કી કર્યુ ત્યારે છેક મળસકે ઉઁઘ આવી.એ પહેલાં બે -ત્રણવાર અમોઘા બરાબર ઉઁઘે છે કે નહીં તે જોઈ આવ્યાં,એ તો હંમેશાની ટેવ મુજબ સાકરમાનાં હાથનું ઓશીકું બનાવીને સુતી હતી. આ બાજું સાકરમા ફરી એ જ સપનામાંથી પસાર થઈ રહ્યાં હતાં. ખેતરમાં ચાલતાં ચાલતાં થાકે ને અચાનક આવી વિમાન ઉભું રહે અને પોતે એમાં બેસી ને ઉડવા લાગે વાદળની સાથે.આ સપનું આવતું અને સવાર સુધી યાદ રહેતું ,સવાર સવારમાં પોતાની આરામખુરશીમાં બેસી છુંદણા પસવારતાં સાકરમા વિચારે ચડી જાય એટલે ઘરમા બધાને ખ્યાલ આવી જતો કે સપનાનો અર્થ શોધવાની મથામણ ચાલે છે.તે દિવસે