ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 18 અને 19

  • 2k
  • 1k

પ્રતિનિધિ સૂર્યદેવના ચિત્તોડગઢની વ્રતધારિણીઓમાં ધ્રાસકો પડ્યો. સૂર્યદેવ રિસાયા હોય એમ દર્શન આપતા જ હતા. દિવસો વીતી ગયા આકાશ વાદળછાયું જ રહેતું હતું. વ્રતધારિણી સૂર્યના દર્શન કરી અન્ન લેવા અધીરી બની ગઈ હતી પરંતુ હમણાં તો સૂર્યદેવ પણ માનીતી રાણીની માફક રુસણા લઈને બેઠો હતો.  સૂર્યદર્શન વિના લાંધણ ખેંચી કાઢતી  સ્ત્રીઓની ધીરજ સાતમા દિવસે ખૂટી. “શું વ્રત તૂટ્શે?” મેવાડના મહાજને અને દરબારીઓએ કપાતા હૈયે આ સવાલ ઉપાડ્યો. સૌ મુંઝાયા હતા પરંતુ મેવાડનો પ્રધાન શાણો હતો. એનામાં જબરી કોઠા-સૂઝ હતી. સૂર્યવંશી રાજાના રાજ્યમાં વ્રતધારિણીઓનું વ્રત સૂર્યદર્શન વગર તૂટે? તો તો પછી સૂર્યના વંશજ લાજે. રાજા તો ભગવાનનો પ્રતિનિધિ. એનામાં દેવનો અંશ હોય.