ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 15

  • 2.1k
  • 1.1k

વીર રાઘવદેવ રણમલ સર્વેસર્વા બની બેઠો હતો. કિલ્લેદાર કલ્યાણસિંહ એનો આજ્ઞાંકિત બની ગયો હતો. તેને વચન આપવામાં આવ્યું હતું કે, મારું ભાગ્ય ખુલશે તો તને કોઈ મોટી જાગીર આપીશ. રાત્રે ચિત્તોડગઢની બહાર એક ગુફામાં રણમલ એના સાથીઓ સાથે મંત્રણા કરતા હતા. એ હવે મંડોવર અને ચિત્તોડ બંને હડપ કરવાની પેરવી કરતો હતો. એને ખબર ન હતી કે, એની હિલચાલ પર કલ્યાણસિંહના જ માણસો કૃષ્ણરાય, રુદ્રદેવ, દલપતસિંહ અને સૂરજમલ નજર રાખી રહ્યા છે. પરંતુ ગુફામાં થતી મંત્રણાથી તો તેઓ બેખબર જ હતા. ચંડે રાઘવદેવને સાવધાન કર્યો હતો, “ભાઈ રણમલ મહાકપટી છે. શેતાન છે. એનો કદી ભરોસો કરીશ નહીં. એ ઝેરીલો નાગ