જીવન એક ખેલ

  • 4k
  • 1.6k

માનો ન માનો આ ખેલ દરેકને ખેલવો પડે છે. મને યા કમને. ખેલ ખેલમાં ખેલો, સહજતાથી ખેલો, હસતા રમતા ખેલો કે પછી ગંભીરતાથી ખેલો. કવિ, લેખકો, સંતો અને આચાર્યોએ જીવનને ઘણી ઉપમાઓ આપીને ગૂંચવાડા ભર્યું બનાવી દીધું. કિંતુ ખેલદિલીથી ખેલેલું જીવન ખરેખર મધુરું હોય છે. કૃષ્ણના વદન કમળ જેવું. આ ખેલ એવો અદભુત છે કે જેમાં હાર જીતને સ્થાન જ નથી. માત્ર ખેલો એ જ ખૂબી ભરેલું છે. હંમેશા ખેલની સંગે આપણે હાર યા જીત સાંકળિયા છે. સહુને વિદિત છે કે હાર મળવાની જ કારણ જીત તો એક જ જણાની થઈ શકે. ગૌરવ પૂર્વક હારવું એ પણ એક કળા છે.