ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 10

  • 2.4k
  • 1
  • 1.4k

વીર ગોરા બાદલ            બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ કિલ્લાની બહાર, સલામત અંતરે આવતાં જ, કાચિંડો જેમ રંગ બદલે તેમ મિત્રતાનો ભાવ બદલીને રાણાજીને બંદીવાન બનાવી દીધા. અગ્નિની જવાળાની માફક સમસ્ત ચિત્તોડગઢમાં મહારાણા ભીમસિંહની કેદ થવાની વાત ફેલાઈ ગઈ. બાદશાહની પ્રપંચલીલામાં તેઓ આબાદ ફસાઇ ગયા હતા. પ્રજાએ આંચકો અનુભવ્યો. ઘડી પહેલાં તો યુદ્ધ પૂરું થવાની અને દિલ્હીનો બાદશાહ મિત્ર થવાની વાતથી ચિત્તોડગઢના સર્વ યોદ્ધાઓ, નર, નારી, બાળકો અને વૃદ્ધો સર્વ આનંદમાં આવી ગયા હતા. ત્યાં તો અચાનક મહારાણા બંદીવાન બન્યા અને એક નાનકડું યુદ્ધ ગઢના દ્વારે ખેલાઈ ગયું. તેની ખબરથી સૌના મુખપર ગમગીની છવાઈ. સિંહ સમાન મહારાણાને અફઘાન