ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 9

  • 3.2k
  • 1.8k

રાણા રતનસિંહ             તક્ષકસ્ય વિષં હંતે, મક્ષિકાસ્ય વિષં શિર:             વૃશ્ચિકસ્ય વિષં પુચ્છે, સર્વાંગ દુર્જનો વિષં.             સાપના દાંતમાં ઝેર હોય છે. માખીના મસ્તકમાં ઝેર હોય છે. વીંછીની પૂંછડીમાં ઝેર હોય છે પરંતુ દુર્જનના તો બધાં અંગો માં ઝેર હોય છે. માટે દુર્જન થી સાવધાન રહેવું. દુર્જન દુર્જનના વેશમાં જ સામે આવે એવું બનતું નથી. મોટેભાગે શેતાન સાધુના સ્વાંગમાં જ આવે. દિલ્હીથી પ્રયાણ કરતી વેળા ખીલજી વંશના સ્થાપક બાદશાહ જલાલુદ્દીનને ક્યાં ખબર હતી કે, પોતાનો પ્રાણપ્રિય ભત્રીજો સ્વાગત માટે અલ્હાબાદ બોલાવી પોતાનું કાસળ કાઢી નાખશે.