ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4.2

  • 2.9k
  • 1.7k

બહાદુર શૈલા ભીલ સરદાર કરણની પત્ની શૈલા જ્યારે જાગી ત્યારે સૂર્યનારાયણ ગગનમાં પોતાનો પ્રભાવ પ્રસારી ચૂક્યા હતા. આજે પોતે મોડી જાગી એનો એને અફસોસ થયો. નિત્યક્રમથી પરવારી સિધી તે રાજમહેલ પહોંચી. રાણીમાંને પાલાગન કરીને બેઠી. તેને જાણવા મળ્યું કે, મહારાજ શિકારે ઉપડ્યા છે એટલે એને એકદમ ધ્રાસકો પડ્યો. મહારાજ દગાનો ભોગ તો નહીં બને? ન કરે નારાયણને જો આવુ બને તો બહારગામ ગયેલા પોતાના પતિની એને સૂચના હતી કે, રાણીમાં અને રાજકુમારની રક્ષા કરવી, ધીરે રહીને એ ઉઠી અને એની વિશ્વાસુ બે દાસીઓને રાણીમાં પાસે જ રહેવાની અને કોઈ પણ અસાધારણ પ્રસંગ આવી પડે તો રાણીમાંને લઈ રાજમહેલની બહાર, મહાદેવના