ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 3

  • 2.7k
  • 1
  • 1.6k

વલ્લભીપુર નરેશ-શિલાદિત્ય ઈ.સ. 319 એટલેકે સંવત 375માં સૂર્યવંશી રાજા વિજયસેને વલ્લભીપુર શહેર વસાવ્યું. રૂડી રીતે રાજ કર્યું અને વલ્લભી  શક પણ શરૂ કર્યો. આ  વિજનેયસેન સુર્યવંશ ની પરંપરામાં ,અયોધ્યાના રાજ વંશ માં આવતો હતો સૂર્યવંશના પ્રથમ પુરુષ રાજા મનુ થઇ ગયા. એમની 57મી પેઢીએ અયોધ્યાપતિ રામચંદ્રજી થઈ ગયા. એમના પરાક્રમી પુત્ર લવે  અયોધ્યા છોડીને પંજાબ તરફ પ્રયાણ કર્યું. પંજાબમાં રાવી નદીને કિનારે તેમણે લાહોર શહેર વસાવ્યું . તેમની પેઢીમાં ૬૩માં પુરુષ રાજા કનકસેન થયા પોતાનું મૂળ રાજ્ય કૌશલ છોડીને તેઓ ઇ.સ. 144 માં ગુજરાત તરફ આવ્યા તેમણે જ વડનગર વસાવ્યો એક કનકસેનથી ચોથા પુરુષ તે વિજયસેન. વિજયસેન થી સાતમા પુરુષ