ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 2

  • 3.8k
  • 2.6k

પ્રતાપી પૂર્વજો સૂર્યવંશ ના પ્રથમ પુરુષ ‘ મનુસ્મૃતિ’  ના રચયિતા મહારાજ વૈવસ્ત મનુ થઈ ગયા. તેઓને દસ પુત્રો હતા એમના સૌથી મોટા પુત્ર ઇક્ષ્વાકુ હતા. એમનો ઇક્ષ્વાકુ  ચાલ્યો. આ પ્રતાપી વંશમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, સગર, ભાગીરથ, દિલીપ, રઘુ, અજ, દશરથ, રામચંદ્રજી અને લવ-કુશ થઈ ગયા. આમાંથી લવે પંજાબમાં ‘લવવકોટ’ શહેર વસાવ્યું. જે પાછળથી લાહોર નામે સુવિખ્યાત થયુ. આ વંશમાં આગળ જતા વલ્લભીપુરમાં રાજા શિલાદિત્ય થઈ ગયો જેનો પુત્ર ગુહાદિત્ય ઇડરના ભીલ રાજા માંડલિકે પોતે નિઃસંતાન હોવાથી ઈડરના રાજા તરીકે સ્થાપિત કર્યો. આમ ગુહાદિત્ય ઇડરનો રાજવી બન્યો. ગુહાદિત્યથી ગેહલોત ગોહિલ લોટ અથવા  ઘેલોટ વંશની શરૂઆત થઈ. આ ગ્રુહદત્ત ઉર્ફે ગુહાદિત્યની આઠમી પેઢીએ બાપારાવળ થઈ ગયો. જેણે માનસિંહ મોરી, પરમાર વંશીય રાજા