સત્ય એ જ ઈશ્વર છે - 36

  • 1.6k
  • 704

૩૬. લગ્ન : પવિત્ર ધાર્મિક સંસ્કારવિધિ મનુષ્ય કલાકાર અને સર્જક અવશ્ય છે. તેને સૌંદર્ય ને તેથી રંગ અવશ્ય જોઇએ છે. એનો કલાકાર અને સર્જકનો સ્વભાવ ઉત્તમ કોટિએ હતો ત્યારે તેણે તેને સંયમમાં કલા અને સર્જનહીન સંભોગમાં કદ્રપતા જોવાનું શીખવ્યું. એની કલાવૃત્તિએ એને સારાસારનો વિવેક કરતાં ને રંગોની ગમે તેવી મેળવણી એ જેમ સૌંદર્યનું લક્ષણ નથી. તેમ દરેક જાતનો વિષયોપભોગ એ સારી વસ્તુ નથી એ સમજતાં શીખવ્યું. આગળ જતાં તેને એમ પણ જ્ઞાન થયું કે જીવવાને ખાતર જીવવું એમાં સૌંદર્ય કે આનંદ એકે નથી, પણ માણસે પોતાનાં માનવી ભાઇભાંડુની ને તે દ્ધારા પોતાના સરજનહારની સેવા કરવાને જીવવું જોઇએ. એ જ પ્રમાણે