સત્ય એ જ ઈશ્વર છે - 34

  • 2.2k
  • 1k

૩૪. બ્રહ્મચર્ય એટલે શું ? એક ભાઉ પૂછે છે : ‘બ્રહ્મચર્ય એટલે શું ? તેનું સંપૂર્ણ પાલન શું શકય છે ? જો શક્ય હોય તો તમે તેવું પાલન કરો છો ?’ બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે એટલે તે શોધ અંતર્ધ્યાન ને તેથી નીપજતા અંતજ્ઞાનથી થાય. એ અંતજ્ઞાન ઇન્દ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે. તેથી સર્વ ઇન્દ્રિયોનો મનથી, વાચાથી ને કાયાથી સર્વેક્ષેત્રે સર્વકાળે સંયમ તે બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવાં સ્ત્રીપુરુષ ઇશ્વરની સમીપ વસે છે; તે ઇશ્વર જેવા છે. આવા બ્રહ્મચર્યનું મન, વાચા ને કાયાથી અખંંડિત