સત્ય એ જ ઈશ્વર છે - 31

  • 1.8k
  • 1
  • 968

૩૧. રામનામ ઇશ્વરનું સર્વોત્તમ લક્ષણ અને નામ સત્ય છે એવું ઘણા વખત પહેલાંથી મને બુદ્ધિ તેમ જ હ્ય્દયથી સમજાયું હતું છતાં હું સત્યને રામના નામથી ઓળખું છું. મારી કસોટીના કપરામાં કપરા કાળમાં એ એક નામે મને ઉગાર્યો છે અને તે હજીયે મને ઉગાયે મને ઉગારે છે. એનું કારણ મારો બચપણ સંસ્કાર હોય, તુલસીદાસે મારા મન પર જમાવેલું આકર્ષણ હોય. પણ એ સમર્થ હકીકત છે એટલું સાચું. અને આ શબ્દો લખું છું ત્યારે પૂર્વજો તરફથી મળેલા અમારા ઘરની પડોશમાં આવેલા રામજીમંદિરમાં હું રોજ જતો તેનાં દૃશ્યોનાં બચપણનાં સ્મરણો જાગે છે. ત્યારે મારો રામ ત્યાં વસતો હતો. તેણે મને ઘણા ભયમાંથી ને