૩૦ . સત્યમાં સૌંદર્ય વસ્તુના અંતર અને બાહ્ય એ બે ભેદ હું પાડું છું. અને બેમાંથી ક્યા ઉપર તમે વધારે ભાર મૂકો તે જ પ્રશ્ન છે. મને તો બાહ્યથી અંતરનો વિકાસ ન થાયત્યાં સુધી બાહ્યની કશી કિંમત નથી. કળામાત્ર અંતરના વિકાસનો આર્વિર્ભાવ. માણસના આત્માનો જેટલો આર્વિર્ભાવ બાહ્ય રૂપમાં હોય તેટલી તેની કિંમત. ઘણા કહેવાતા કળાકારોમાં તો આત્મમંથનનો અંશે નથી હોતો. તેની કૃતિને શી રીતે કળા કહીશું ? જે કળા આત્માને આત્મદર્શન કરતાં ન શીખવે ને કળા જ નહીં. અને મને તો આત્મદર્શનને માટે કહેવાતી કળાની વસ્તુઓ વિના ચાલી શકે છે. અને તેથી જ મારી આસપાસ તમે બહું કળાની કૃતિઓ ન