સત્ય એ જ ઈશ્વર છે - 22

  • 1.7k
  • 722

૨૨. હું હિંદુ કેમ ? કુળની અસરમાં હું માનું છું એટલે હિંદુ કુટુંબમાં જન્મ ધરીને હું હિંદુ રહ્યો છું. મારા નીતિવિચારથી અથવા મારા આત્મવિકાસથી કંઇ પણ વિરુદ્ધ વસ્તું હિંદુ ધર્મમાં મેં જોઇ હોત તો મેં એનો ત્યાગ કર્યો હોત. પણ પરીક્ષા કરવાથીલાગ્યું છે કે મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધું સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુપાયીઓએ માનવો જ જોઇએ એવા સિદ્ધાંતોની જાળથી મુકત છે. આ મનેબ હું ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મોને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી તેને લીધે હિંદુઓ બીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીંપણ બીજા ધર્મોમાં