સત્ય એ જ ઈશ્વર છે - 20

  • 1.3k
  • 674

(20) ઇસ્લામનો ‘અલ્લા’, ખ્રિસ્તીઓનો ‘ગૉડ’ અને હિંદુઓનો ‘ઇશ્વર એક જ છે. જેમ હિંદુ ધર્મમાં ઇશ્વરનાં સહસ્ત્રાવધિ નામ છે તેમ ઇસ્લામમાં પણ અલ્લાનાં અનેક નામ છે. એ નામો જુદાં જુદાં વ્યક્તિત્વનાં નહીં પણ જુદા જુદા ગુણનાં સૂચક છે, અને અલ્પ માનવીએ નમ્રભાવે ઇશ્વરમાં ગુણોનું આરોપણ કરીને તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઇશ્વર તો ગુણદોષથી પર છે, અવર્ણનીય છે, અચિંત્ય છે, અપ્રમેય છે. આ ઇશ્વરને વિશે જીવતીજાગતી શ્રદ્ધા હોવી એનો અર્થ એ કે મનુષ્યમાત્રને ભાઇભાંડુ માનવાં. એનો અર્થ એ પણ થાય કે સર્વ ધર્મ વિશે સરખો આદર રાખવો. હરિજનબંધુ, ૧૫-૫-’૩૮ સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ ‘ટૉલરેશન’ નો અનુવાદ છે.એ મને ગમ્યો ન