૧૭. આત્મશુદ્ધિ પ્રેમ અને અહિંસાની અસર અનોખી છે, પણ તેમના પ્રયોગમાં ધાંધલ, દેખાવ, અવાજ કે જાહેરાતનાં પાટિયાં જોવાનાં મળતાં નથી. તેમના પ્રયોગ પહેલાં જોકે આત્મવિશ્વાસ હોવો જોઇએ અને તેનીયે પહેલા આત્મશુદ્ધિ હોવી જોઇએ. અનિશુદ્ધ નિષ્કલંક ચારિત્ર્યવાળા અમે આત્મશુદ્ધિવાળા પુરુષો સહેજે ભરોસો પાડશે અને જાણે કે આપોઆપ પોતાના આસપાસનું વાતાવરણ શુદ્ધ કરશે. યંગ ઇન્ડિયા, ૬-૯-’૨૮ આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે, એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમ કે વ્યકિત અને સમષ્ટિની વચ્ચે એવો નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ