સત્ય એ જ ઈશ્વર છે - 14

  • 1.1k
  • 638

૧૪. કેવી રીતે, કોને અને ક્યારે પ્રાર્થના કરવી “ઇશ્વરભજન - પ્રાર્થના કેવી રીતે ને કોની કરવી એ સમજાતું નથી. અને તમે તો વારંવાર પ્રાર્થના કરવાનું લખો છો; એ કેમ થાય એ સમજાવશો ?” આમ એક જણ પૂછે છે. ઇશ્વરભજન એટલે તેના ગુણનું ગાન; પ્રાર્થના એટલે આપણી અયોગ્યતાનો, આપણી અશક્તિનો સ્વીકાર. ઇશ્વરનાં સાહસ્ત્ર એટલે અનેક નામ છે, અથવા કહો કે તે નનામો છે. જે નામ આપણને ગમી જાય તે નામથી આપણે ઇશ્વરને ભજીએ, પ્રાર્થીએ. કોઇ તેને રામ નામે ઓળખે છે, કોઇ કૃષ્ણ નામે; કોઇ તેને રહીમ કહે છે, તો કોઇ તેને ગૉડ કહે છે. એ બધા એક જ ચૈતન્યને ભજે છે.