સત્ય એ જ ઈશ્વર છે - 13

  • 1.4k
  • 854

૧૩. પ્રાર્થના શા સારુ ? પ્રાર્થના કરવી જ શા માટે ? ઇશ્વર જો હોય તો તેને આ બનાવની ખબર નહીં હોય ? એને પ્રાર્થના કરીએ તો જ શું એ પોતાનું કર્તવ્ય કરી શકે ? ના, ઇશ્વરને કશાની યાદા આપવાની જરૂર નથી. એ તો દરેક જણના હ્યદયમાં વસે છે. એની રજા સિવાય કંઇ જ બનતું નથી. આપણી પ્રાર્થના એ તો આપણા હ્ય્દયનું શોધન છે. પ્રાર્થના આપણને યાદ દેવડાવે છે કે એના આધાર વિના આપણે નિરાધાર છીએ. પ્રાર્થના વિના, ઇશ્વરના આશીર્વાદ વગર મનુષ્યનો ગમે એટલો પુરુષાર્થ ફોગટ છે એવા ચોક્કસ ભાન વગર કોઇ પણ પુરુષાર્થ પૂરો થવાનો નથી. પ્રાર્થના આપણને નમ્રતા શીખવે