સત્ય એ જ ઈશ્વર છે - 8

  • 1.8k
  • 872

૮. ઇશ્વર દરિદ્રનારાયણને સ્વરૂપે જેને નામ આપી શકાતું નથી અને માણસની બુદ્ધિથી જેનો પાર પામી શકાતો નથી તે ઇશ્વરને ઓળખવાને માણસજાતે પાડેલાં કોટિકોટિ નામોમાંનું એક નામ દરિદ્રનારાયણ છે અને તેનો અર્થ ગરીબોનો ઇશ્વર, ગરીબોના હ્ય્દયમાં દેખાતો ઇશ્વર એવો થાય છે. યંગ ઇન્ડિયા, ૪-૪-’૨૯ તમને ખબર છે કે ગરીબોને પેટ સિવાય બીજી કોઇ વાતની ચિંતા નથી, ચિંતા કરવાની ફૂરસદ નથી ? તેમની પાસે રાજનીતિ નથી, દેશસેવા નથી, ઇશ્વરભક્તિ પણ નથી. તેમને તો તમે રોટલો આપો તો કંઇક વિચાર કરતા કરી શકો છો. જે વિચારશૂન્ય જ થઇને પડેલા છે, તેમને તમે વિચાર કરતા કરવા માગતા હો તો તેમનેજે વસ્તુની ભૂખ પ્રથમ છે