સત્ય એ જ ઈશ્વર છે - 5

  • 2.2k
  • 1.3k

૫. ઇશ્વર પ્રેમ છે જગતના નિયમો જાણનારા શાસ્ત્રીઓ કહે છે કે જો આ આકર્ષક શક્તિ પરમાણુમાત્રમાં ન હોય તો આ આપણો પૃથ્વીનો ગોળો ભરભર ભૂકો થઇ જાય એટલે આપણે જીવવું અશકય થઇ પડે. જડ પદાર્થમાં એકબીજાને વળગી રહેવાનો શક્તિ છે તેવી જ શક્તિ ચેતન પદાર્થમાં એટલે આપણામાં હોવી જોઇએ. આકર્ષક શક્તિનું નામ પ્રેમ છે આપણે પિતાપુત્ર વચ્ચે, ભાઇબહેને વચ્ચે, મિત્રમિત્ર વચ્ચે અનુભવીએ છીએ. પણ આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઇશ્વરની ઓળખ છે. જ્યાં પ્રેમ ત્યાં જ ક્ષેમ છે. જ્યાં વેર ત્યાં નાશ છે. નવજીવન, ૨૫-૪-’૨૦ કુદરતમાં પદાર્થો એકબીજાને એકબીજાથી અળગા કરતા ઘણા પ્રમાણમાં જોવાના મળે છે છતાં સાચું