સત્ય એ જ ઈશ્વર છે - 4

  • 2.1k
  • 1.2k

૪. સત્ય એ જ ઇશ્વર છે (લંડનમાં મળેલી ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતાં સ્વિટ્‌ઝલૅન્ડમાં થયેલી એક સભામાં પૂછવામાં આવેલા એક જવાબમાં ગાંધીજીએ નીચે મુજબ કહ્યું હતું.) ઇશ્વર સત્ય છે એમ હું શાથી માનું છું એેવું તમે મને પૂછયું. મારા બચપણમાં હિંદ ધર્મશાસ્ત્રોમાંથી વિષ્ણુસહસ્ત્રનામથી ઓળખાતા એક ગ્રંથમાંનાં ઇશ્વરના હજાર નામોનો પાઠ કરવાનું મને શીખવવામાં આવ્યું હતું. પણ એ હજાર નામોમાં તેના બધાં નામો આવી જતાં નહોતાં, બીજાં કેટલાંયે બાકી રહેતાં હતાં. આપણે માનીએ છીએ અને મને લાગે છે એ સાચી વાત છે કે જેટલા જીવ છે તેટલાં ઇશ્વરનાં નામ છે અને ઇશ્વરની આપણે એમ પણ કહીએ છીએ કે ઇશ્વર નામરહિત છે. અને