મારા સ્વપ્નનું ભારત - 29

  • 1.9k
  • 1.1k

પ્રકરણ ઓગણત્રીસમું રેંટિયાનું સંગીત હું પ્રત્યંક તાર કાંતતાં હિંદુસ્તાનના કંગાલોનું ચિંતન કરું છું. હિંદુસ્તાનના કંગાલ લોકોનો ઈશ્વર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે; પછી મધ્યમ વર્ગ અથવા તો ધનિક વર્ગ ઉપર તો શેનો જ હોય ? જેના પેટમાં ભૂખ છે અને જે તે ભૂખ મટાડવા ઈચ્છે છે તેનું તો પેટ જ પરમેશ્વર છે. જે માણસ તેને રોટીનું સાધન આપશે એ તેનો અન્નદાતા બનશે, અને તેની મારફત એ ઈશ્વરનું દર્શન પણ કદાચ કરશે. આ માણસોને હાથપગ હોવા છતાં કેવળ અન્નદાન કરવું એ તો પોતે જ દોષમાં પડી તેઓને પણ દોષિત કરવા બરોબર છે. તેમને કંઈક પણ મજૂરી મળવી જોઈએ. કરોડોની મજૂરી તો