મારા સ્વપ્નનું ભારત - 26

  • 1.9k
  • 1.1k

પ્રકરણ છવ્વીસમું ગ્રામોધોગો ગામડાંના ઉધોગોનો લોપ થાય તો હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાં ની પાયમાલી અધૂરી રહી હોય તો પૂરી થઈ જાય. ગ્રામોધોગો વિષે મેં જે યોજનાની રૂપરેખા આપી છે તેના પર દૈનિક પત્રોમાં ટીકાઓ થઈ છે તે મેં વાંચી છે. કેટલાકે મને એવી સલાહ આપી છે કે મનુષ્યની શોધકબુદ્ધિએ કુદરતની જે શક્તિઓને તાબે કરી છે તેનો ઉપયોગ કરવામાં આવે એમાં જ ગામડાંની મુક્તિ રહેલી છે. ટીકાકારો કહે છે કે પ્રગતિમાન પશ્ચિમમાં જેમ પાણી, હવા, તેલ અને વીજળીનો પૂરેપૂરો ઉપયોગ થાય છે તેમ આપણે પણ કરવો જોઈએ. તેઓ કહે છે કે આ ગૂઢ કુદરતી શક્તિઓ પર કાબૂ મેળવવાથી દરેક અમેરિકનમ તેત્રીસ