મારા સ્વપ્નનું ભારત - 25

  • 1.5k
  • 688

પ્રકરણ પચીસમું પંચાયતરાજ સ્વતંત્રની શરૂઆત પાયામાંથી થાય, એટલે કે હિંદુસ્તાનનું એકએક ગામ રાજ્યઅમલની પૂરીપૂરી સતા ધરાવનારું પ્રજાસતાક અથવા પંચાયત હોય. એનો અર્થ એ થયો કે, દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઈ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી મળી હોય, અને તે રક્ષણના પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય. આમ સરવાળે જુઓ, તો રાજ્યનો પાયાનો ઘટક વ્યક્તિ બને છે. પડોશીઓ અથવા બહારની દુનિયા પર આધાર રાખવાની અથવા તેમની રાજીખુશીથી જે મદદ આપે, તે લેવાની વાત આમાં સમાઈ