મારા સ્વપ્નનું ભારત - 14

  • 1.9k
  • 1k

પ્રકરણ ચૌદમું શરીરશ્રમ કુદરત ઈચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઈએ. તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ તેટલા પ્રમાણમાં પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું એ અહિંસાના પહેલા જ પાઠના ભંગ સમાન છે...જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કશો અર્થ નથી, અને આળસુ માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે. ૧ રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ, શરીર વાંકું વાળવું જોઈએ એ ઈશ્વરી નિયમ છે. એ મૂળ શોધ ટૉલ્સ્ટૅયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બૉન્ડારેફની છે. તેને ટૉલ્સ્ટોયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌-ગીતાના ત્રીજા