મારા સ્વપ્નનું ભારત - 11

  • 1.8k
  • 964

પ્રકરણ અગિયારમું હક કે ફરજ ? સમાજને આજે પીડી રહેલા એક મોટા અનિષ્ટને વિષે મારે આજે વિવેચન કરવું છે. મૂડીવાળા અને જમીનદારો પોતપોતાના અધિકાર અથવા હકની વાતો કરે છે ; બીજી બાજુથી મજીરો વળી પોતાના જ હકની વાતો ચલાવે છે ; રજવાડાંના રાજાઓ પોતાના રાજ્ય ચલાવવાના ઈશ્વર તરફથી મળેલા અધિકારની વાતો કરે છે અને તેમની રૈયત તેમના એ અધિકારનો પ્રતિકાર કરવાના પોતાના હકની વાતો ચલાવે છે. આમ હરેક જણ અને હરેક વર્ગ કેવળ પોતપોતાના અધિકાર અથવા હકને વિષે આગ્રહ રાખે કે મમત પકડે અને પોતપોતાના ધર્મ અથવા ફરજનો વિચાર સરખો ન કરે તો આખરે ભારે ગોટૈળો ને અંધેર ફેલાય. હવે,