મારા સ્વપ્નનું ભારત - 9

  • 1.8k
  • 898

પ્રકરણ નવમુ હડતાળો આજકાલ હડતાળો રાજની થઈ પડી છે. તે વર્તમાન અશાંતિની નિશાની છે. અનેક પ્રકારના અસ્પષ્ટ અને અનિશ્વિત વિચારો વાતાવરણમાં ફેલાયેલા છે. અનિશ્વિત આશા બધાને પ્રોત્સાહન આપે છે ખરી,પરંતુ જો તે નિશ્ચિત આકાર નહીં લે તો લોકો ખૂબ નિરાશ થઈ જશે. બીજા દેશોની માફક હિંદુસ્તાનમાં પણ મજૂરવર્ગ એવા લોકોની દયા પર નિર્ભર છે, જેઓ પોતે સલાહકાર અને માર્ગદર્શક બની બેસે છે. આવા લોકો હંમેશાં ચોકસ સિદ્ધાંતવાળા નથી હોતા અને કદાચ હોય છે તો તેમનામાં ડહાપણનો અભાવ હોય છે. મજૂરોમાં પોતાની સ્થિતિ વિષે અસંતોષ છે. તેમના અસંતોષ માટે પૂરતાં કારણો છે. તેમને એમ શીખવવામાં આવે છે, અને તે યોગ્ય પણ