મારા સ્વપ્નનું ભારત - 8

  • 1.9k
  • 924

પ્રકરણ આઠમુ વર્ગવિગ્રહ હું એમવર્ગને મૂડીદારોને શત્રુ ગણવાનું શીખવતો નથી, પણ હું એમને શીખવું છું કે તેઓ પોતે પોતાના શત્રુ છે. ૧ વર્ગવિગ્રહ ભારતની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ છે. તે સમાન ન્યાયના અને સૌના મૂળભૂત હકના વિશાળ પાયા પર સામ્યવાદ સ્થાપવા શક્તિમાન છે. મારા સ્વપ્નના રામરાજ્યમાં રાય તેમ જ રંકના હક સુરક્ષિત હશે. ૨ શોષિત અને શોષક વચ્ચે સહકાર હોવો જોઈએ એવું મેં કદી કહ્યું નથી. શોષણ અને શોષણ કરવાની ઈચ્છા મોજૂદ હોય ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. હું ફકત એટલું નથી માનતો કે જમીનદારો અને મૂડીવાદીઓ સ્વભાવે જ શોષકો હોય છે, અથવા તેમના અને પ્રજાના હિત વચ્ચે પાયાનો અથવા