મારા સ્વપ્નનું ભારત - 5

  • 2.3k
  • 1.3k

પ્રકરણ પાંચમુ ભારત અને સમાજવાદ મૂડીદારો મૂડીનો દુરુપયોગ કરે છે. એ શોધ થઈ તેની સાથે સમાજવાદનો જન્મ નહોતો થયો. મેં સહ્યું છે તેમ સમાજવાદ, સામ્યવાદ પણ, ઈશોપનિષદના પ્રથમ શ્લોકમાં સ્પષ્ટ રીતે સમાયેલો છે. સાચી વાત તો એ છે કે જ્યારે કેટલાક સુધારકોનો મતપરિવર્તનની પદ્ધતિ પરથી વિશ્વાસ ઊઠી ગયો ત્યારે જે વસ્તુ ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ને નામે ઓળખાય છે તેના શાસ્ત્રનો જન્મ થયો. જે પ્રશ્ન વૈજ્ઞાનિક સમાજવાદી-ઓની સામે ઊભેલો છે તેનો જ નિકાલ લાવવાના પ્રયત્નમાં હું રોકાયેલો છું. એ વાત સાચી છે કે હું હંમેશાં કેવળ શુદ્ધ અહિંસાના સાધનનો જ ઉપયોગ કરું છું. મારો પ્રયત્ન કદાચ અફળ જાય. એમ બને તો એનું કારણ