મારા સ્વપ્નનું ભારત - 4

  • 2k
  • 1.1k

પ્રકરણ ચોથું ભારતની લોકશાહી સર્વોચ્ચ પ્રકારની સ્વતંત્રતામાં ભારેમાં ભારે પ્રમાણમાં શ્સ્ત અને નમ્રતા હોય છે. શિસ્ત અને નમ્રતા દ્વારા મળેલી સ્વતંત્રતાનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. નિરંકુશ સ્વચ્છંદતા એ પોતાને અને પોતાના પડોશીઓને નુકશાન કરનાર અસભ્યતાની નિશાની છે. ૧ કોઈ પણ માનવસંસ્થા તેનો દુરુપયોગ થવાના જોખમથી મુક્ત નથી હોતી. સંસ્થા જેમ મોટી તેમ તેનો દુરુપયોગનો સંભવ પણ વધારે. લોકશાહી એક મોટી સંસ્થા છે અને તેથી તેનો ભારે દુરુપયોગ થવાનો સંભવ છે. પરંતુ એનો ઈલાજ લોકશાહીથી દુર રહેવામાં નહીં પણ એના દુરુપયોગની શક્યતાને ઓછામાં ઓછી કરવામાં રહેલો છે. ૨ લોકપ્રિય સરકાર લોકમતથી આગળ વધીને કદી પગલું ભરી ન શકે. જો તે