મારા સ્વપ્નનું ભારત - 3

  • 1.9k
  • 958

પ્રકરણ ત્રીજુ રાષ્ટ્રવાદના બચાવમાં મારે માટે દેશપ્રેમ એ મનુષ્યપ્રેમથી જુદો નથી. હું દેશપ્રેમી છું કારણ કે હું મનુષ્ય છું અને માનવપ્રેમી છું. મારો દેશપ્રેમ હિંદુસ્તાન માટે આગવો નથી. હિંદુસ્તાનની સેવા માટે હું ઈંગ્લંડ કે જર્મનીને હાનિ નહીં પહોંચાડું. મારી જીવન-યોજનામાં સામ્રાજયવાદને સ્થાન નથી. દેશભક્તનો કાનૂન કુટુંબના વડાના કાનૂનથા જુદો નથી. દેશભક્તમાં જો માનવતાની ન્યૂનતા હોય તો તેના દેશપ્રેમમાં તેટલી ઊણપ છે. વ્યક્તિના અને રાજ્યના કાનૂન વચ્ચે વિરોધ નથી. ૧ દેશપ્રેમનો ધર્મ આજે આપણને શીખવે છે કે વ્યક્તિએ કુટુંબ માટે મરવું જોઈએ, કુટુંબે ગામ માટે, ગામે પ્રાંત માટે અને પ્રાંતે દેશ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. તે જ રીતે જરૂર પડ્યે