ધૂલો તો હરખપદૂડો (DTH) - 3

  • 2.4k
  • 1.5k

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩આપણે જોયું કે આપણો ધૂલો અને ઈશા મહાબળેશ્વર ફરી આવ્યા. પણ ફરવા જતાં પહેલાં, સમયને અભાવે, મિત્રવર્ગ, સગાં વહાલાઓ કે અન્ય કોઈને પણ આ ટ્રીપ વિશે વાત કરી શક્યાં નહીં. પાછાં આવ્યાં બાદ ધૂલો પોતાની વિશેષ શૈલીમાં આ મહાયાત્રાની મહાગાથા વિશે સૌને જાણ કરવા પ્રયાસ કરે છે પણ પરિણામ એની અપેક્ષાઓથી વિપરિત ખૂબ ઉત્સાહિત થઈ જવાય એવા નથી. માટે આપણો DTH ધૂલો એક નવી રીતે એ વાત રજૂ કરવા કટિબદ્ધ થાય છે. હવે આગળ...આપણા હરખપદૂડા ધૂલાએ ઘણાં મિત્રોને એક એક કરીને, પકડી પકડીને, આ મહાબળેશ્વરની મહાગાથા, મૂળ સ્વરૂપમાં વધારો સધારો કરીને બધાને સંભળાવી.આમાં મુખ્ય