ધૂલો તો હરખપદૂડો (DTH) - 2

  • 2.9k
  • 1
  • 1.9k

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨.આપણે જોયું કે ધૂલાએ, એની પત્ની ઈશા દ્વારા લેવાયેલી કારણ વગરની અગ્નિ પરીક્ષા હેમખેમ પાર કરી લીધી હતી. એટલે હવે એમના માટે મહાબળેશ્વર જવાના નિર્ણય પર અમલ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. હવે આગળ...આમ જોવા જઈએ તો ભલે ધૂલો એની સહધર્મચારિણી ભાર્યા એવી ભલી ભોળી પાણિગૃહિતા ઈશાની અગ્નિ પરીક્ષામાં ટોપ રેન્ક પરિણામ મેળવી એક પ્રેમાળ પતિ સાબિત થઈ ગયો હતો, પણ શું લગ્ન જીવનમાં આવી કોઈ કસોટીની ખરેખર જરૂર છે!જોકે ફક્ત ઈશા જ નહિ પણ લગભગ દરેક પત્ની પોતાનો પતિ હજી પોતાના કહ્યામાં છે કે નહિ એ સમીક્ષા કરવા, એના ગુણાવગુણનું તોલન કરવા વિવિધ