કલ્મષ - 22

(36)
  • 3.6k
  • 2
  • 2.1k

વરસાદની ઋતુમાં જો સૌથી કોઈ રોમેન્ટિક વાતાવરણ હોય તો તે છે સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદ. મુંબઈ પૂણે એક્સપ્રેસ હાઇવે આ ઘાટીઓમાંથી થઈને પસાર થાય છે. ચોમાસાની ઋતુમાં એ પ્રેમીપંખીડાઓનું સ્વર્ગ બની જાય છે.એ મોસમમાં ઈરાએ પૂણે જવાની વાત કરી એટલે વિવાન તો હરખાયો હતો. પૂણેથી મુંબઈ આવવા નીકળ્યા ત્યારે વાદળાંઓની જમાવટ તો થવા જ લાગી હતી. ઘેરાં કાળાં પાણી ભરેલાં વાદળો આકાશમાં રહેવાની સાથે સાથે સાથે હાઇવે પર પણ પાંખ પસવારીને બેસી ગયા હતા. વિવાનની ઓડી ગતિ તો પકડી રહી હતી પણ વિઝિબિલિટી એટલી તો ખરાબ હતી કે પુણેથી કામશેત પહોંચતા જ વિવાને સ્પીડ ઘટાડી નાખવી પડી. 'વિવાન , મારા ખ્યાલથી