ચારિત્ર્ય મહિમા - 7

  • 1.7k
  • 792

(7) ૧૯ : માનવતાને સાદ આજે સંસારમાં કોઇના સહારા વગર એકાકી જીવન વ્યતિત કરવું એ મનુષ્ય માટે ખૂબ કઠિન વાત છે. સામાન્ય રીતે એકલી વ્યક્તિ કશું જ કરી શકતી નથી. કહેવત છે કે “એકથી બે ભલા, ઝાઝા હાથ રળિયામણાં, એક હાથે તાળી ના પડે, જંગલમાં ઝાડવું ય એકલું ના હજો.” આ બધાં સૂત્રો સંઘબળ, સમૂહબળ, મિત્રબળ વગેરેની સાક્ષી પૂરે છે. વાત સાચી છે. બાળપણથી લઇને તે વૃદ્ધાવસ્થા સુધીમાં માણસને કેટલાય માણસોની સાથે વિવિધ પ્રકારના કામ અંગે અને અનેક પ્રસંગોમાં એકબીજાની જરૂર પડે છે. અને એકબીજાના સંપર્કમાં પણ આવવું પડે છે. તે સમયે માણસનું વર્તન વ્યવહાર ઉચિત હોય, સુમેળભર્યું હોય તો