ચારિત્ર્ય મહિમા - 4

  • 2k
  • 1k

(4) ૯ : સુખી દાંપત્યજીવનનાં સૂત્રો આજે ઘણા સ્ત્રી પુરુષના લગ્નના વિચ્છેદ થયાના દાખલા જોઇ શકીએ છીએ. દહેજ ન મળતાં કે બીજી એવી નજીવી બાબતો કે સાસુ વહુના ઝઘડાને લઇને ઘણા પતિ પત્નીના છૂટાછેડા થતા નિહાળીએ છીએ. અરે પ્રેમલગ્નો સુદ્ધાં તુટતાં જોઇ શકાય છે. માનવ હૃદયોએ કાચનાં રમકડાં થોડાં છે કે પળમાં તૂટી જાય? અગ્નિની સાક્ષીએ બે હૃદયોનું મિલન થાય છે. જે ઉચ્ચ અને આદર્શ લગ્ન જીવવાનું હોય છે. લગ્ન વખતે પ્રતિજ્ઞાઓ પણ લેવડાવે છે, પ્રતિજ્ઞા લેવા છતાં પણ માણસ શ્રદ્ધા વિશ્વાસ રાખી, સુખી દંપતિ જીવન કેમ ગુજારી શકતો નથી? સપ્તપદી સમક્ષ વર પ્રતિજ્ઞા લે છે કે “હે અર્ધાંગિની હું